A Clay Modelling Workshop
આજે એટલે કે 12-9-2018 ના રોજ એક્લવ્ય પબ્લિક સ્કૂલ અને ‘આપણું જુનાગઢ’ના ઉપક્રમે જુનાગઢ મ્યુઝીયમના સહકારથી “માટીના ગણેશ – A Clay Modelling Workshop” – 2 નું આયોજન કર્યું હતું. પી.ઓ.પી. માંથી બનેલી મૂર્તિઓ આપણી નદીઓ તથા પર્યાવરણને ઘણું નુકશાન કરે છે તે વિશે વર્તમાન સમયમાં લોકોમાં જાગૃતિ વધી છે ત્યારે માટી માંથી બનાવેલ ગણેશજીની મુર્તિને ઉત્તમ વિકલ્પ ગણવામાં આવે છે. આ બાબતોને ધ્યાને લઈ ‘આપણું જુનાગઢ’ દ્વારા ફરી એકવાર આ પ્રકારના વર્કશોપનું એકલવ્ય પબ્લિક સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ અંતર્ગત જુનાગઢ મ્યુઝીયમના ક્યુરેટર શ્રી કિરણભાઈ વરીયા એ માટીમાંથી ગણેશજીની મુર્તિ બનાવવા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ ફ્રી વર્કશોપમાં સ્કૂલના સ્ટૂડેંટ્સ અને પેરેન્ટ્સ એ પણ માટીના ગણેશ બનાવ્યા હતા.