‘એકલવ્ય પબ્લિક સ્કૂલ’ કે જ્યાં, અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ પણ સમજાવવામાં આવે છે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. માત્ર પુસ્તકોમાં આવતો અભ્યાસક્રમ ભણાવી દેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થતો નથી. બાળકના સર્વાંગી વિકાસ સાધવા માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
- એકલવ્ય પબ્લિક સ્કુલમાં પણ આવી ‘CCA’ એટલે કે ‘Co Curriculum Activities’ કરાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા માટે જરૂરી છે. આ પ્રવૃત્તિઓમાં અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. જેમકે, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એક્સટેમ્પોર(પૂર્વ તૈયારી વગર વક્તૃત્વ સ્પર્ધા) જેવી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓ પોતાના વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ કરતા શીખે છે.
- શાળામાં થતી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, પૂજા થાળી ડેકોરેશન, દાંડિયા ડેકોરેશન જેવી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક શક્તિઓ ઉભરીને બહાર આવે છે.
- શાળા સમય દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા થતું વિષયવાર પ્રેઝન્ટેશન અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવતા ચાર્ટ્સ અને પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં સમૂહમાં કામ કરવાની, નેતૃત્વ લેવાની અને સંશોધન કરી નવું નવું જાણવાની શક્તિઓનો વિકાસ થાય છે.
- શાળામાં થતી આ સહ અભ્યાસિક પ્રવૃતિઓની માહિતી વાલીશ્રીને આપવાના આશયથી ‘CCA FIESTA’નું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની સાથે સાથે થતી સહ અભ્યાસિક પ્રવૃતિઓની એક આછેરી ઝલક પોતાના વાલીઓ સમક્ષ રજૂ કરે છે. જેમકે ગુજરાતી વિષય માટે અભ્યાસક્રમ આધારિત કાવ્યગાન, નાટક, વિજ્ઞાન વિષય અંતર્ગત પ્રયોગો, ગણિત માટેના ગાણિતિક કોયડાઓ, સામાજિક વિજ્ઞાન અંતર્ગત રોલ પ્લે જેવી પ્રવૃત્તિઓ વાલી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ દરેક વિષયના મુદ્દાઓને સરળતાથી યાદ રાખી શકે છે.
આમ, વર્ષ દરમિયાન આવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ બહાર આવે એવા પ્રયત્નો શાળા દ્વારા કરવામાં આવે છે.
Recent Posts