fbpx

આ દિવાળી વેકેશન તમારા બાળકો સાથે કંઈક આ રીતેમનાવો.

 In Blog

નોકરીકરતાં માતા-પિતાને હંમેશા એવો અહેસાસ થતો હોય છે કે પોતે બાળકને સમય નથી આપી શકતાં. ત્યારે વેકેશનએ એવોટાઈમ છે જ્યાં તમે બાળકો સાથે સમય વિતાવી શકો છો.અહીંયા અમુક એવી ટિપ્સ છે જે તમનેજરૂર ઉપયોગી થશે.
• વેકેશનમાં બાળકોને સતત વાંચવા કે લખવા બેસવાનો આગ્રહ ન કરતાંએમની સાથે કંઈકને કંઈકનવી પ્રવૃત્તિઓ કરો. જેમકે દિવાળી માટે રંગોળીબનાવવી, ક્રાફટવર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ગ્રીટિંગ કાર્ડ્સ બનાવવાવગેરે…

4
• બાળકોને આપણા જ જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઈ જાઓ.એ જગ્યા વિશેની માહિતીથી માહિતગાર કરો.બાળકને પોતાના જ શહેર વિશેની અવનવી વાતો જાણીનેચોક્કસ આનંદ થશે.
• બાળકોનેવૃક્ષો અંગેનું મહત્વ સમજાવી તેની સાથે મળીનેનાના છોડ કે વૃક્ષો વાવો. તેને ઉછેરવાની જવાબદારીઓ સમજાવી તે મુજબ કરવા શીખ આપો.જેથી બાળકને વૃક્ષ કે છોડનેઉછેરવાની પ્રક્રિયાનો ખ્યાલ આવશે.
• ટીનેજર્સ બાળકોને શોપિંગ કરવા સાથે લઈ જાઓ. ત્યાં તેમને પ્રોડક્ટ વિશે,MRP વિશે, એક્સપાયરી ડેટ વિશે તેમજ ન્યુટ્રીશ્યન વેલ્યુવિશેમાહિતી આપો.
• વેકેશન દરમ્યાન બાળકોને અવનવી ભાવતી વાનગીઓ ખવડાવી તેમને સ્વસ્થ ખોરાક અને તેના ફાયદાઓ વિશે સમજાવો.

5• સવારે વહેલા ઉઠી બાળક સાથે મોર્નિંગ વૉક માટે જાઓ, એમને વહેલા ઉઠવાના,કસરત કે યોગ કરવાનાં ફાયદા સમજાવો. બાળકો સાથે બેસીને ન્યૂઝ પેપર વાંચો,કોઈએવાં મુદ્દા પર ચર્ચા કરવી જેથી બાળક વર્તમાન પ્રવાહોથીમાહિતગાર થાય.

1
આમ, આ બધી ટિપ્સ અપનાવી તમે તમારા બાળક સાથે વેકેશન એન્જોય કરવાની સાથે એમને નવી નવી વાતોશીખવી શકો છો.

Recent Posts

Leave a Comment

Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Not readable? Change text. captcha txt

Start typing and press Enter to search