Science Museum
તાજેતરમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષય અંતર્ગત “તારાઓ અને સૂર્યમંડળ” ને સારી રીતે સમજી શકે અને નવી જાણકારી મેળવી શકે તે હેતુથી જૂનાગઢ સ્થિત “સાયન્સ મ્યુઝિયમ અને તારામંડળ” ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રસપ્રદ શૈક્ષણિક મુલાકાત દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તારામંડળ, સૌરમંડળ, વિવિધ અવકાશીય સંશોધનો અને વિજ્ઞાનનાં સિદ્ધાંતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા પણ સંતોષાઈ હતી.
Recent Posts