fbpx

શાળામાં ચાલતી ઇત્તર પ્રવૃતિ એ ગૌણ નથી, પરંતુ અભ્યાસનો એક મહત્વનો ભાગ છે!!

 In Blog

આપણા બાળકના સર્વાંગી વિકાસ માટે આપણે કઈ શાળાની પસંદગી કરવી તેમજ કઈ પધ્ધતિથી અભ્યાસ કરાવવો, ક્યાં માધ્યમમાં શિક્ષણ આપવું તે અંગે વાલી તરીકે આપણે મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ. છેવટે આપણે શિક્ષિત હોવા છતાં, કેટલીક માન્યતા અને બીજા દ્વારા સાંભળેલી વાતોના આધારે શાળાની પસંદગી કરી લઈએ છીએ. ઘણાં વાલીઓના મનમાં ડર હોય છે કે, જો Activity વધારે કરાવવામાં આવશે તો તેની અસર બાળકના ભણતર પર તો નહિ પડે ને? પરંતુ આજે આપણે જાણીશું Activity Based Learning આધારિત અમારા Research Curriculum ની ખાસિયતો.

IMG_4488IMG_4558

  • એકલવ્ય પબ્લિક સ્કૂલમાં CCA એટલે Co-Curricular Activity અંતર્ગત વિવિધ અભ્યાસકીય પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જે વિષયના દરેક મુદ્દાને સાંકળીને Practical Learning માટે યોજવામાં આવે છે.
    IMG_9912
  • Recitation Competition, Show and Tell Competition વગેરે પ્રવુતિઓમાં વિદ્યાર્થીઓ આપેલ મુદ્દાને મંચ પર અભિવ્યક્ત કરતા શીખે છે, જેમાં બાળકોની શીખવાની અને બોલવાની આવડતનો વિકાસ થાય છે. Dance Drama Competition અંતર્ગત વિદ્યાર્થીઓ મંચ પર જીવનના નૈતિક મૂલ્યોને ઉપદેશ સ્વરૂપે નહિ પરંતુ અભિનય સ્વરૂપે પ્રસ્તુત કરે છે. સામાજિક વિજ્ઞાન જેવા કંટાળાજનક વિષયને પણ અદ્દભુત નાટક દ્વારા પ્રસ્તુત કરી સરળતાથી યાદ કરી શકે છે. જેમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્ત કરવાની, વાંચવાની, સંવાદ કરવાની આવડતનો વિકાસ થાય છે.IMG_1796 IMG_2600
  • Presentation -Viva, Oral Activity વગેરે ફક્ત પ્રવૃતિઓ નહિ પરંતુ અભ્યાસનો એક ભાગ છે. શિક્ષણ અને કેળવણી એ સિક્કાની બે બાજુ જેવા છે. એકલવ્ય પબ્લિક સ્કૂલનો હંમેશા અભિગમ રહ્યો છે કે, વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકમાં રહેલું જ્ઞાન ન આપતા પ્રાયોગિક જ્ઞાન પણ આપવું જોઈએ. લોકો સામે રજૂઆત કરવાની આવડત દ્વારા ગણિત જેવા અઘરા વિષયને પણ સરળતાથી સમજી વર્ગમાં પ્રસ્તુત કરે છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ દરેક વિષય પ્રત્યે ખુશી-ખુશી રસ કેળવે તેવી અભ્યાસકીય પ્રવુતિઓ કરવામાં આવે છે. આ દરેક એક્ટિવિટી Research Based હોય છે, જેમાં વિદ્યાર્થીઓમાંના સાંભળવાના, બોલવાના, વાંચવાના અને લખવાના કૌશલ્યનો વિકાસ કરવો એ જ મુખ્ય ઉદ્દેશ રહેલો હોય છે.
    .
    IMG_6597
  • આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ બુનિયાદી શિક્ષણની હિમાયત કરી હતી. એમના મત મુજબ શિક્ષણ મેળવ્યા બાદ સામાજિક જીવનમાં સરળતાથી તેનો ઉપયોગ કઈ રીતે કરવો, તે પણ બાળકને શીખવવું જરૂરી છે. શિક્ષણ જ્ઞાનમાં વધારો કરે છે, જયારે પ્રાયોગિક શિક્ષણ એટલે કે કેળવણી જ્ઞાનનું અમલીકરણ શીખવે છે. જે Activity એટલે કે સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા જ મેળવી શકાય છે.
Recent Posts

Leave a Comment

Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Not readable? Change text. captcha txt

Start typing and press Enter to search