આ રહી એકલવ્ય પબ્લિક સ્કૂલની શિક્ષણ વિકાસયાત્રાની આછેરી ઝલક
પોતાના વ્હાલસોયા બાળકની કારકિર્દી ઘડતર માટે જયારે શાળાની પસંદગી કરવાની હોય, ત્યારે દરેક વાલીઓ વિચારતા થઈ જાય છે. એ સમયે સગા-સંબંધીઓના સૂચનો અને શૈક્ષણિક સંકુલો વચ્ચે ચાલતી હરણફાળ સ્પર્ધામાં શ્રેષ્ઠ વિકલ્પ ક્યો છે? એ પ્રશ્ન વારંવાર થાય. ત્યારે વાલીઓએ માત્ર ગ્રેજ્યુએટ થઈને નહીં પરંતુ એજ્યુકેટેડ થઈને વિચારવું પડે! ફક્ત એક-બે વર્ષના શ્રેષ્ઠ પરિણામોને આધારે નહિ પરંતુ, સતત શ્રેષ્ઠ શિક્ષણનું સ્તર જાળવી, ભણતરની સાથોસાથ ગણતરની પણ વિદ્યાર્થીઓમાં સમજ કેળવે એજ સર્વશ્રેષ્ઠ સ્કૂલ હોય શકે.
આથી જ આપણાં જૂનાગઢમાં,
- વર્ષ 2004 માં ‘નો ડોનેશન નો ડિપોઝિટ’ના અભિગમ સાથે શરૂ થયેલી એકલવ્ય પબ્લિક સ્કૂલ સતત 15 વર્ષથી જૂનાગઢના છાત્રોનું સર્વશ્રેષ્ઠ શિક્ષણના માધ્યમથી ઉજ્વળ ભવિષ્ય નિર્માણ કરી રહી છે. જેને કારણે…
- વર્ષ 2005 માંજ ISO 9001:2000 માન્યતા પ્રાપ્ત કરનાર જૂનાગઢની સર્વપ્રથમ શાળા બની. ત્યારબાદ…
- વર્ષ 2006 માં ‘Research Cell’ની શરૂઆત થઇ. જેના દ્વારા વિવિધ સંશોધનો, અભ્યાસીક અને સહઅભ્યાસીક પ્રવૃત્તીઓનું આયોજન થતું આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ મહાનગરોની શિક્ષણ પ્રણાલી સાથે સાતત્ય મેળવી શકે તે અંગે સંશોધનો થયા.
- વર્ષ 2007માં હાઇસ્કૂલ વિભાગનો શુભારંભ થતાં અભ્યાસીક પ્રગતિના પંથ પર એક નવી કેડી કંડારવામાં આવી.
- વર્ષ 2008માં ‘સ્પંદન’ દ્વારા વર્તમાન સમયમાં અદ્રશ્ય થઈ રહેલા માનવતાના મુલ્યો શીખવી વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવાના નમ્ર પ્રયાસની શરૂઆત થઈ.
- વર્ષ 2009માં વિદ્યાર્થીઓને વિજ્ઞાન તેમજ અદ્યતન ટેક્નોલૉજીની મદદથી શિક્ષણ મળી રહે તેવા હેતુથી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બધાજ વર્ગખંડ E-Class થી સજ્જ કરવામાં આવ્યા.
- વર્ષ 2010માં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચે સંવાદ તથા વિચારોની આપ-લે થાય, એ હેતુથી સર્જન પામેલું સામયિક ‘એંજલ ગાર્ડન’ સૌનું પ્રિય બન્યું.
- વર્ષ 2011 થી વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે મહત્વની બાબતો જેવી કે વ્યવસાય, વ્યક્તિત્વ તેમજ વૈચારિક-કૌશલ્યનો વિકાસ કરવા ‘બાલમેલા’નું આયોજન થાય છે. જેમાં વિદ્યાર્થીઓ 100થી વધુ સ્ટોલનું આયોજન કરી પોતાની ક્ષમતા તેમજ પ્રતિભાને રજુ કરવાની તક મેળવે છે.
- વર્ષ 2012માં નિર્માણ પામેલા ‘મેથ્સલેબ’ દ્વારા નિશ્ચિત કરાયેલા Research Based અભ્યાસક્રમનું આયોજન કરી, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત અદ્યતન મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં પારંગત બનાવવાની પરંપરા શરૂ થઈ.
- વર્ષ 2013માં સતત શ્રેષ્ઠ શિક્ષણની વણથંભી યાત્રાના ફળ સ્વરૂપે ‘100 સર્વશ્રેષ્ઠ શાળાનો રાષ્ટ્રીય એવોર્ડ’ એકલવ્ય પબ્લિક સ્કૂલને પ્રાપ્ત થયો.
- વર્ષ 2014 એકલવ્ય પબ્લિક સ્કૂલ માટે અત્યંત આનંદિત રહ્યું, કેમકે LKG થી અભ્યાસ કરતાં વિદ્યાર્થી આર્શ ચોટલીયાએ બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
- વર્ષ 2015માં શિક્ષણની સફરને એક નવી દિશા આપવા એકલવ્ય ગ્લોબલ સ્કૂલના બાંધકામની શરૂઆત કરી, અને…
- વર્ષ 2016માં ગુજરાત બોર્ડની અભૂતપૂર્વ સિદ્ધિઓ સાથે જુનાગઢના બાળકો સેન્ટ્રલ બોર્ડના અભ્યાક્રમથી વંચિત ન રહી જાય તે હેતુથી સંપૂર્ણ CBSE સ્કૂલ(Affiliated by Central Board of Education)એકલવ્ય ગ્લોબલ સ્કૂલની શરૂઆત થઈ. જે આજે જુનાગઢના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ફલક પર લાવવા 360° ડેવલોપમેન્ટના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે.
- વર્ષ 2017માં ‘Ted-Ed’ શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓનું English ‘Communication Fluent’ બને તે હેતુથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના વિષયો પર સંવાદ રજુ કરતો એક કાર્યક્ર્મ યોજાયો. વિદ્યાર્થોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા અભિગમ સાથે ચાલનારી એકલવ્ય પબ્લિક સ્કૂલ માટે ‘Ted-Ed’ કાર્યક્ર્મ ખરેખર ઉત્કૃષ્ટ રહ્યો.
- વર્ષ 2018માં પોતાની શ્રેષ્ઠ કાર્યપ્રણાલી તેમજ શ્રેષ્ઠ પરિણામના ફળ સ્વરૂપે એકલવ્ય ગ્લોબલ સ્કૂલની સ્થાપના બાદ ટૂંકજ સમયમાં તે નવનિર્મિત CBSE સ્કૂલનો એવોર્ડ મેળવનારી જુનાગઢની સર્વપ્રથમ સ્કૂલ બની.
તો આ હતી સંસ્કાર અને જ્ઞાનના પંથે અથાક રીતે આગળ વધતી આપણાં જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કૂલની શિક્ષણ વિકાસયાત્રા.
Recent Posts