નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-2023 માં જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કૂલએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.
- ગુજરાત સરકારના ડી.એસ.ટી.ના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-2023’ નું આયોજન કરવામાં આવ્યું.
- જેમની થીમ ‘સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર ધ બેનિફિટ ઓફ મેનકાઇન્ડ’ રાખવામાં આવેલ હતી.
- આ વિજ્ઞાન નાટક સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાંથી 12 શાળાના 120 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલ હતો.
- જેમાં જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કૂલને બેસ્ટ ડ્રામા, બેસ્ટ એક્ટર અને બેસ્ટ રાઇટર મળીને કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
- જેઓએ ‘Science & Technology In Agriculture & Food Security’ વિષય આધારિત નાટક રજૂ કર્યું હતું.
- આ ઇવેન્ટ અંતર્ગત એકલવ્ય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી તન્મય કણસાગરાએ બેસ્ટ એક્ટર અને બેસ્ટ રાઇટરનો ખિતાબ મેળવ્યો છે.
- આ સાથે દ્વિતીય ક્રમ પર પુલકિત માધ્યમિક શાળા અને તૃતીય ક્રમ પર માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર રહી હતી.
Recent Posts